Vision Document of DIET Navsari 2014-2017 (Perspective Plan of DIET Navsari)
(૧) પ્રાથમિક શાળાના શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધન હાથ ધરાશે.
(ત્રણ વર્ષ દરમિયાન શાળા દીઠ એક શિક્ષકને તાલીમમાં આવરી લેવામાં આવશે)
(૨) સંસાધન કેન્દ્ર (Resource Centre) કાર્યરત કરવા માટેની તાલીમ યોજવામાં આવશે.
(ત્રણ વર્ષ દરમિયાન સી.આર.સી. કક્ષાએ સંસાધન કેન્દ્ર ઊભું કરવામાં આવશે)
(૩) શાળાના મુખ્ય શિક્ષકો માટે અસરકારક નેતૃત્વ માટેની તાલીમ યોજવામાં આવશે.
(ત્રણ વર્ષ દરમિયાન તમામ શાળાના મુખ્ય શિક્ષકને તાલીમમાં સમાવવામાં આવશે)
(૪) શાળાના શિક્ષકોને બ્લોગ અને વેબસાઈટ ડેવલપ કરવા માટેની તાલીમ આપવામાં આવશે.
(ત્રણ વર્ષ દરમિયાન કેન્દ્રદીઠ એક શાળાની વેબસાઈટ અને બ્લોગ તૈયાર કરવામાં આવશે)
(૫) ઈ-મટિરિયલ્સ તૈયાર કરવા માટેની કાર્યશાળા યોજાશે. (ત્રણ વર્ષ દરમિયાન વિજ્ઞાન અને
ટેકનોલોજી,સામાજિક વિજ્ઞાન વિષયના લગભગ ૨૦-૨૦ પાઠના ઈ-મટિરિયલ્સ તૈયાર કરવામાં આવશે)
(૬) શિક્ષણમાં સમાવેશન સંદર્ભે શિક્ષકોને તાલીમ આપવામાં આવશે.
(ત્રણ વર્ષ દરમિયાન શાળાદીઠ એક શિક્ષકને શિક્ષણમાં સમાવેશન સંદર્ભે તાલીમબદ્ધ કરવામાં આવશે)
(૭) જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા નવસારી જિલ્લાની તમામ શાળાના શિક્ષકોનો ડેટાબેઈઝ
તૈયાર કરવામાં આવશે. (ત્રણ વર્ષ દરમિયાન ડાયટ દ્વારા તૈયાર કરવામાં આવેલ ON LINE FORM
માં જાતે એન્ટ્રી કરે તે મુજબનું આયોજન કરવામાં આવશે.)
(૮) મોબઈલ સાયન્સ લેબોરેટરી, નવીન કાર્ય કરતી શાળાઓની સ્પર્ધા, નવસારી જિલ્લામાં થયેલ શૈક્ષણિક
સંશોધનોના તારણોનો શાળા કક્ષાએ ઉપયોગ વગેરે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.
(૯) નવસારીની પસંદગીની શાળાઓમાં SCE સંદર્ભે જુદી-જુદી પ્રવૃત્તિ હાથ ધરી તે પ્રવૃતિની અસરકારકતા
માપવામાં આવશે.
(૧૦) નવસારીની પસંદગીની શાળામાં મૂલ્ય શિક્ષણ સંદર્ભમાં જુદી-જુદી પ્રવૃત્તિનું આયોજન કરી તેની
અસરકારકતા નક્કી કરવામાં આવશે.
(૧૧) ચીખલી તાલુકાના કાવેરી ઉદ્યોગના મજુરોનાં બાળકો અને ગણદેવી સુગર ફેકટરીમાં કાર્ય કરતા
મજુરોનાં બાળકો માટે મોબઈલશાળા (નવતર મોબઈલ અને સીઝનલ સ્કુલ) શરૂ કરવામાં આવશે.
(૧૨) ADND કાર્યક્રમ દર શનિવારે સાતત્યપૂર્ણ રીતે ચાલુ રખાશે.
Science maths and environment exhibition-2017 Schedule
District |
Level |
Date |
Navsari |
CRC/SVS |
up to end of August |
BRC |
up to 2nd week of September |
Distict Level |
up to 3rd week of September |